Paresh Goswami : રાજ્યમાં 2025ના ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય વરસાદના 46% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લો સારો વરસાદી રાઉન્ડ 19, 20 અને 21 જુલાઈ દરમિયાન નોંધાયો હતો. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ જોવા મળ્યો હતો. જોકે, 22 જુલાઈથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે અને હાલમાં એકદમ છૂટાછવાયા ઝાપટાં જ નોંધાઈ રહ્યા છે.

આનું મુખ્ય કારણ 700 લેવલે ભેજનું પ્રમાણ છે, જેને કારણે મોટા પાયે વરસાદી પ્રવૃત્તિ જોવા નથી મળી રહી. પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અત્યારે રાજ્યમાં કોઈ જગ્યાએ સારા વરસાદની એક્ટિવિટી નથી.
આ પણ વાચો : ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં અપાયું ભારે વરસાદનું એલર્ટ
હવામાન નિષ્ણાત પરેશભાઈ ની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ સિસ્ટમ આગામી 24થી 36 કલાકની અંદર વધુ મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અનુમાન છે. વર્તમાનમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પરંતુ આગળ જતાં તે વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે.
27 થી 31 તારીખમાં સારો વરસાદ – Paresh Goswami
તેમણે વધુમાં જણાવ્યું કે, જો આ સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો, તે 27 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારા એવા વરસાદના રૂપે અસર કરશે તેવું અનુમાન છે. જોકે, આ સિસ્ટમ જ્યારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી નબળી પડશે. ગુજરાત ઉપર તેની અસર સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો-પ્રેશરના રૂપમાં થાય તેવી શક્યતા છે, પરંતુ આ રાઉન્ડમાં સારા વરસાદની અપેક્ષા રાખી શકાય છે.
આ પણ વાચો : 25, 26 અને 27 તારીખમાં ભુક્કા બોલાવશે વરસાદ, આટલા જિલ્લા થઈ જાવ તૈયાર
2 થી 15 ઓગસ્ટમાં વરસાદનો વિરામ
તેમણે વધુમાં કહ્યું કે, આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો લાંબો ગેપ આવી શકે છે. લગભગ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. આનું એક કારણ એ છે કે અત્યાર સુધીમાં જેટલી પણ વરસાદી સિસ્ટમો આવી છે તે તમામ બંગાળની ખાડી તરફથી આવી હતી, અને અરબ સાગર ઘણા સમયથી નિષ્ક્રિય છે, ત્યાં કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ બની નથી. બંગાળની ખાડીની સિસ્ટમોના પણ ટ્રેક બદલાવવાની શક્યતાઓ છે.
ભુક્કા બોલાવે તેવો રાઉન્ડ ક્યારે આવશે તેમણે વધુમાં કહ્યું કે, એક આશા એવી પણ છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડી નિષ્ક્રિય થશે તો અરબ સાગર સક્રિય થઈ શકે છે. જો અરબ સાગર સક્રિય થશે તો ૧૫ ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમો બની રહી છે, તેવી જ રીતે અરબ સાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે. આને કારણે 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં ખૂબ સારા વરસાદો જોવા મળશે તેવું અનુમાન છે. જૂન અને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે, તેના કરતાં 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન વધુ સારો વરસાદ જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |